સ્ટુડન્ટ વાયઆરડીએસબી (YRDSB) ગૂગલ જીમેલ એકાઉન્ટ મારફત  વાયઆરડીએસબી (YRDSB) ઇલેક્ટ્રોનિક રીપોર્ટ ફાઇલ કેવી રીતે ઍક્સેસ કરવી



1.    એકવાર તમે તમારા બાળકનાં વાયઆરડીએસબી (YRDSB) ગૂગલ જીમેલ એકાઉન્ટમાં આવો, એટલે તમને વાયઆરડીએસબી (YRDSB) ઇલેક્ટ્રોનિક સ્ટુડન્ટ રીપોર્ટ વિષય લાઇન ધરાવતો એક ઇમેલ જોવા મળશે.

2.    તે ઇમેલ ખોલો અને તે ઇમેલનાં લખાણની અંદર તમને એક લિંક જોવા મળશે. તે લિંક પર ક્લિક કરો (જમણે સ્ક્રીનશોટમાં હાઇલાઇટ કરેલ છે).

3.    તમને એક લોગિન સ્ક્રીન ધરાવતી સુરક્ષિત વેબ સાઇટ પર લઇ જવામાં આવશે જ્યાં તમારે એક પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડે છે (અને પછી ગ્રે તીર પર ક્લિક કરો અથવા એન્ટર દબાવો).

·       આ પાસવર્ડ નીચેનાં ફોર્મેટનો ઉપયોગ કરીને તમારા બાળકની જન્મ તારીખ છે:

·       વવવવમમદિદિ જ્યાં વવવવ જન્મનું વર્ષ છે, મમ જન્મનો મહિનો છે અને દિદિ જન્મની તારીખ છે

·       કૃપા કરીને નોંધ લો જો જન્મનો મહિનો અથવા તારીખ એકાંકી હોય, તો કૃપા કરીને 0 નો સમાવેશ કરો.

·       ઉદાહરણ તરીકે, 1 માર્ચ, 2010 જન્મ તારીખ ધરાવતા વિદ્યાર્થી માટે તમે 20100301 દાખલ કરશો.

Title: screenshot of secure file sign in - Description: screenshot of secure file sign in

4.    એકવાર લોગિન કર્યા બાદ વાયઆરડીએસબી (YRDSB) ઇલેક્ટ્રોનિક સ્ટુડન્ટ રીપોર્ટ પર ક્લિક કરો.

5.    તમારા બાળકની વાયઆરડીએસબી (YRDSB) રીપોર્ટ ફાઇલ દેખાશે.

6.    તમે ટોચનાં જમણા-હાથનાં બેનર પરનાં ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ રીપોર્ટ ફાઇલ ડાઉનલોડ કરી અને સેવ કરી શકો છો.

Title: screenshot of secure file download button - Description: screenshot of secure file download button

7.    જો તમે રીપોર્ટ ફાઇલ મુદ્રિત કરવા ઇચ્છતા હોવ અને તમારા કમ્પ્યૂટરથી પ્રિન્ટર સુલભ હોય, તો ટોચનાં જમણા-હાથનાં બેનરમાં પ્રિન્ટર ચિહ્ન પર ક્લિક કરો.

Title: screenshot of secure file print button - Description: screenshot of secure file print button

નોંધ: અમે વિદ્યાર્થીઓ/માતાપિતાને તેઓનાં પર્સનલ કમ્પ્યૂટર/પ્રિન્ટરો પર રીપોર્ટ મુદ્રિત કરવા માટે સપોર્ટ કરવા અસમર્થ છીએ.

8.    જો તમને ઉપરની બાબતમાં કોઇ સમસ્યા આવી રહી હોય, તો કૃપા કરીને સહાયતા માટે તમારા વિદ્યાર્થીનાં શિક્ષક અથવા શાળા ઓફિસનો સંપર્ક કરો.